સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો!
કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના,
બાકી જિંદગીના રંગમંચ પર
કોઈ કલાકાર નબળો નથી હોતો !!
શુભ સવાર
ખોટા હોય અને ભૂલ સ્વીકારે
તેઓને પ્રમાણિક કેહવાય
શંકા માં હોય અને ભૂલ સ્વીકારે
તેઓને શાણા કહેવાય .
પણ સાચા હોય અને ભૂલ સ્વીકારે
તેઓને સાચા પ્રેમી કહેવાય.
ગુડ મોર્નિંગ
કવિએ જે કલ્પનારૂપી સાગર માંથી કાઢે વિચારોના મોતી,
અને માનવીએ જે સંસારરૂપી સાગરમાં સળગાવે પ્રેમની જ્યોતિ.
ગુડ મોર્નિંગ
જિંદગી કેટલી છે કોને ખબર …..!
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર ….!
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર …..!
ગુડ મોર્નિંગ
સમુદ્ર માં ઉઠતી લેહરોની કોઈ સંખ્યા નથી હોતી,
આકાશ માં ચમકતા તારાની કોઈ સંખ્યા નથી હોતી,
પ્રેમ તો દિલથી અનુભવાય એવો એહસાસ છે,
કેમ કે એની કોઈ વ્યાખ્યા નથી હોતી.
ગુડ મોર્નિંગ